આવનારા વાયરસ વધારે ખતરનાક હોઈ શકે છે
ભવિષ્યમાં મહામારીના નુકશાનને ઓછું કરવા માટે વધારે ફંડિગની જરુર
ઓમિક્રોનથી ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધીમાં પીક પર હશે
ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેન્કા રસી જે ભારતમાં કોવિશીલ્ડના નામથી ઓળખાય છે તેને બનાવનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે
ભવિષ્યમાં મહામારીના નુકશાનને ઓછું કરવા માટે વધારે ફંડિગની જરુર
ઓક્સફર્ડ યુનિ.ના પ્રોફેસર સારા ગિલબર્ટે આ ચેતવણી આપી છે કે રસી નવા વેરિએન્ટ ઓમિક્રોન માટે ઓછી અસરકારક સાબિત થઈ શકે છે. પ્રોફેસરે કહ્યું કે ભવિષ્યમાં મહામારીના નુકશાનને ઓછું કરવા માટે વધારે ફંડિગની જરુર છે. તેમણે કહ્યું કે, ‘આ કોઈ છેલ્લી તક નથી. જ્યારે લોકો વાયરસના ભયમાં જીવી રહ્યા છે અને જીવ જઈ રહ્યા છે. હકિકત એ છે કે ભવિષ્યમાં આવનાર વાયરસ વધારે ખતરનાક હોઈ શકે છે. તે વધારે સંક્રમક, વધારે જીવલેણ અથવા બન્ને હોઈ શકે છે.
ઓમિક્રોનથી ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધીમાં પીક પર હશે
બીજી તરફ વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે ઓમિક્રોનથી ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધીમાં પીક પર હશે. ત્યારે ભારતમાં રોજના 1થી દોઢ લાખ મામલા સામે આવે તેવી શક્યતા છે. કોરોનાનું ગણિતિક અનુમાન લગાવવામાં સામે આઈઆઈટીના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે નવું અનુમાન છે કે નવા સ્વરુપની સાથે દેશમાં ફેબ્રુઆરી સુધી ત્રીજી લહેર આવી શકે છે પરંતુ તે બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય. અત્યાર સુધી આપણે જોયું કે ઓમિક્રોનથી થનાર સંક્રમણની ગંભીરતા ડેલ્ટા સ્વરુપ જેવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.