સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો અને આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલ ખુલાસો કરતો જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી અને ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.