સુરતમાં (SURAT) એક કારખાનેદારને (MANUFACTURER) ત્યાં અજીબો ગરીબ ઘટના બની છે, કારખાનેદારના ઘરે આવેલું કુરિયર (COURIER) જોતા જ પરિવાર (FAMILY) હેબતાઈ ગયું હતું. કારણ કે આ કુરિયરમાં કોઈ ને ભેટને બદલે દારૂનો જથ્થો (AMOUMT ALCOHOL) હતો.
ત્યારે આ પાર્સલ ભૂલથી અહીં પહોંચ્યો કે પછી કોઈ વ્યક્તિએ દુશ્મનાવટમાં આવી રીતે હરકત કરી તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતમાં દારૂ અને ડ્રગ્સ નું દૂષણ એવું ઘુસી ગયું છે કે , દરેક ગલી એ આ વસ્તુઓ સરળતાથી મળી રહી છે. ત્યારે સુરતના એક કારખાનેદારના ઘરે માંગ્યા વગર દારૂની ૯૬ બોટલ પહોંચી ગઈ હતી.
સુરતના ભટાર વિસ્તારમાં રહેતા અશોક દીપચંદ ઝવરે સિલાઈનું ખાતું ચલાવે છે. તેમના ઘરે.૧૨ નવેમ્બરના રોજ એક કુરિયર આવ્યું હતું. કુરિયર કર્મચારી ૧૨ નવેમ્બર ચાર મોટા પાર્સલ આપી ગયો હતો. તેમના પતિએ આ પાર્સલ ખૂલ્યું હતું. તેઓ પાર્સલ ખોલતા ચોંકી ગયા હતા. કારણ કે તેમાંથી દારૂની વિદેશી બોટલ મળી આવી હતી.
પાર્સલમાં અંદાજિત ₹.૧.૩૫ લાખની કિંમતનો દારુ નીકળ્યો હતો. કુરિયર બોય કોલ કર્યા વિના એડ્રેસ પર પાર્સલ મોકલી દેતા દારૂનું રેકેટ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરતમાં મોટા પાયે હવે કુરિયરની મદદથી દારૂની ડિલિવરી કરાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.