આજે સવારે ધંધુકાના ખંડોળ પાટિયા પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. ધંધુકા નજીક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ખાનગી બસ અચાનક પલટી મારી ગઇ હતી. જેમાં 3 બાળકો સહિત 11 મુસાફરો ગંભીર રીતે ધાયલ થયા હતાં.
બસમાં ફસાઈ ગયેલાં ધાયલ મુસાફરોને કાચ તોડીને બહાર કાઢી તાત્કાલિક ખાનગી વાહનો તેમજ 108 મારફતે ઈજાગ્રસ્ત મુસાફરોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતાં. ત્યાં જ કેટલાંક મુસાફરોને તો રોડ પર 108ની ટીમ દ્નારા સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માતમાં 3 બાળકો સહિત 11 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
https://www.youtube.com/watch?v=biznLH81-nA&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.