મહારાષ્ટ્ર શિવસેનાનાં પયાઁવરણ મંત્રી આદિત્ય ઠાકરેને ટેક્સ્ટ મેસેજ ઉપર આઈ વિલ કિલ યુનો મેસેજ લખી ધમકી આપનાર જલગાંવ યુવાનને સુરત પોલીસે રેલ્વે સ્ટેશન નજીક આયુવેઁદિક ગરનાળા પાસેથી ઝડપી લઈ મુંબઈ પોલીસને સોંપ્યો હતો.
બી.એસ.સી કરનાર આ યુવાનને ઓ.બી.સી વિધાર્થી તરીકે મળતી ૪૫૦૦ સ્કોલરશિપ દોઢ વર્ષ થવા છતાં નહિ મળી હોવાથી યુવાન આદિત્ય ઠાકરેને રજુઆત કરવા મુંબઈ પહોંચ્યો હતો. પરંતુ મુલાકાત નહિ મળતાં એસ.એમ.એસ કરીને ધમકી આપી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે આયુવેઁદિક ગરનાળા પાસેથી ૨૩ વષીઁય ધનંજય ગોકુલ નિકમને ઝડપી લીધો હતો. મુંબઈ પોલીસ પણ ઉતાવળે પહોંચી હોઈ તેને સોંપી દેવાયો હતો.
https://www.youtube.com/watch?v=GIZ6CF_Skyg
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.