વેપાર ધંધામાં કાળજી રાખવામાં ન આવે તો ફસામણી થવાના સંજોગો ઉભા થાય છે.અને ફસાઇ ગયેલા નાણા પરત મેળવવા માટે અદાલતના આશ્રય લેવાની જરૂરત ઉભી થાય છે. સુરતના આવા જ એક કિસ્સામાં સુરતના કોન્ટ્રાક્ટર સાથે ઇમ્પોટેડ મારબલ સપ્લાય કરવાનો સોદો કર્યા બાદ કોન્ટ્રાક્ટર પાસે કુલ રૂપિયા 1,40,28,000 જેવી મોટી રકમ મેળવી લીધી. રાજસ્થાનના કિસનગઢના મારબલની કંપનીએ 74,50,250 ના મારબલ સપ્લાય કર્યા બાદ બાકીનો મારબલ સપ્લાય કરવામાં કાતો બાકીના વેચાણ અવેજની રકમ રીફંડ કરવામાંથી હાથ ઉંચા કરી દેતા મામલો કોર્ટમાં પહોંચતા સિવિલ દાવામાં કરેલ હુકમમાં વાદી કોન્ટ્રાક્ટરને રૂપિયા 64,77,480 વાર્ષિક 12 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવાનો રાજસ્થાની મારબલ વેચનારી કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.
કમલેશ પટેલ તે બી.કે.કન્ટ્રક્શનના સોલ-પ્રોપ્રાયટરે એડવોકેટ જનક ટાલીયા અને ઇશાન શ્રેયસ દેસાઇ મારફત સુરતના સીવિલ જજની કોર્ટમાં પી.કે.મારબલ્સ પ્રા.લી. તથા તેના 2 ડિરેક્ટર સંજય ગોયેલ અને રાજેશ્વરી ગોયેલ વિરુધ દાખલ કરાવેલ વિગત મુજબ મારબલ સ્લેટસની ડિલીવરી બનતી ત્વરાએ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
શરૂઆતમાં રૂપિયા 30,26,332નું પેમેન્ટ કર્યું હતું અને તેટલી રકમનો મારબલનો સપ્લાય પણ કર્યો હતો. ત્યારબાદ અલગ અલગ તારીખે મળીને કુલ રૂપિયા 1,40,28000 નું પેમેન્ટ કર્યું હતું. પરંતુ, છુટક છુટક કરીને રૂપિયા 74,50,250ની કિંમતનો મારબલ સપ્લાય કર્યો હતો. વારંવાર રજૂઆતો અને ફરિયાદ પછી મારબલ સપ્લાય કરવાનું બંધ કરી દીધું હતું. જેથી પોતાના ફસાયેલા નાણા રૂપિયા 65,77,480 પરત મેળવવા માટે કોર્મશિયલ કોર્ટમાં દાવો કર્યો હતો. અને સુરતના સિવિલ જજ વિશાલ વી.શાહે દાવો મંજૂર કરી રૂપિયા 65,77,480 ના વાર્ષિક 12 ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો રાજસ્થાની કંપની બી.કે.મારબલ તેના ડિરેક્ટર્સને આદેશ આપતો હુકમ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.