ગજબ છે હો..એસયુવી કારનાં માલિકને ટ્રાફિક પોલીસે પકડાવ્યો આ મેમો.. સો લોકો આશ્ચર્યચકિત.

ઉત્તર પ્રદેશનાં લખનૌમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં હાઈકોર્ટેનાં વકીલની કારનો હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ ફટકારવામાં આવ્યું છે. લખનઉના રહેવાસી માલિક પીકે પુનહાની કહેવામાં આવ્યું કે તેણે ચલન ભરવાનું છે.

હકીકતમાં, હાઈકોર્ટના વકીલ પી.કે.પીનહાની જયારે તેમના ફોર વ્હીલરનાં હાઈપોથેકશન માટે અહીં ગયાં હતાં ત્યારે આશ્ચર્ય થયું હતું. રસપ્રદ વાત એ છે કે , ચલનમાં તેમની હેચબેક એસયુવીની જગ્યાએ મોટરસાઇકલની તસ્વીર જોવા મળી હતી. તેમાં એવું લખવામાં આવ્યું હતું કે ડ્રાઈવરે હેલ્મેટ પહેરતો ન હોવાથી આ કરવામાં આવ્યું હતું.

https://www.youtube.com/watch?v=3MHQLO-PbvQ

ટ્રાફિક પોલીસને પણ જયારે માહિતી પૂછવામાં આવી ત્યારે આશ્ચર્ય થયું. ટ્રાફિક અધિકારીઓ એ દાવો કર્યો હતો કે જયારે વાહનનો રજીસ્ટ્રેશન નંબર બદલવામાં આવ્યો હતો. આવી ભૂલો થઈ હતી. તે જ સમયે ડીસીપી ટ્રાફિક રઈસ અખ્તરે કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.