અરે બાપ રે.. સસ્તા અનાજનું કૌભાંડ આચરવા વેપારીએ રાખ્યું આ નામ.. જાણો આશ્ચર્ય લાગશે..

બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા સસ્તા અનાજના કૌભાંડના તાર રાજકોટ સુધી જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.. એટલું જ નહીં વેપારીએ ચેકિંગ થી બચવા બોગસ સોફટવેરનું નામ “ઢીંગલી” રાખવામાં આવ્યું હોવાનું સામે આવે છે.

સાબરકાંઠામાં બોગસ સોફટવેર બનાવીને રેશનીંગ નું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેનો તાર હવે રાજકોટ પહોંચી ગયો છે. 32 જેટલાં વેપારીઓ બોગસ સોફટવેર થી રાજકોટમાં સસ્તા અનાજનું અનાજ બારોબાર વહીવટ કરી નાખવામાં આવતો હતો.

વેપારીએ આ સોફટવેરનું નામ “ઢીંગલી” રાખવામાં આવ્યું હતું.

રેશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટનો ‘ગેમ સ્કેન’ અને ‘સેવડેટા’ નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. અંદાજિત 100 જેટલા વેપારીઓએ કરોડો રૃપિયાનું સસ્તા અનાજનું વેંચાણ કરવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.