હવામાન વિભાગે કરી આગાહી કે રાજયમાં આ તારીખે પડી શકે છે ભારે થી અતિ ભારે વરસાદ..!

રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 204.94 મીમી એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે.

તો આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. ત્યારે રાજ્યના 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે.તાપી જિલ્લામાં સરેરાશથી 73 ટકા જ્યારે ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. તો નવ જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે.

https://www.youtube.com/watch?v=qeIC57p4MPo

ઉત્તર ગુજરાતમાં વરસાદ ;                                                                                                          ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થયા છે. ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં 39.03 ટકા વરસાદની ઘટ છે. બે રાઉંડમાં મહેસાણામાં 39.11 ટકા અને પાટણમાં 6.33 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.આ વર્ષે ચોમાસુ 40 ટકા પુરૂ થયું છે. ત્યારે 19 જુલાઈની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં નવ ઈંચ વરસાદની જરૂરીયાત સામે સિઝનનો સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 39.03 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં અત્યાર સુધીની સિઝનના વરસાદની સ્થિતિ જોઈએ તો અરવલ્લીમાં સૌથી વધુ 61.19 ટકા જ્યારે સૌથી ઓછી પાટણ જિલ્લામાં માત્ર 6.33 ટકા વરસાદની ઘટ છે. સાબરકાંઠામાં 43.60 ટકા, મહેસાણામાં 39.11 ટકા અને બનાસકાંઠામાં 33.40 ટકા વરસાદની ઘટ રહી છે.

વરસાદની ઘટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વાવેતરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 8.60 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચુકી છે. જેમાં મહેસાણા જિલ્લામાં 1.13 લાખ હેક્ટર, પાટણ જિલ્લામાં 1.19 લાખ હેક્ટર, બનાસકાંઠામાં 2.97 લાખ હેક્ટર, સાબરકાંઠામાં 1.73 લાખ હેક્ટર અને અરવલ્લી જિલ્લામાં 1.57 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે.

https://www.youtube.com/watch?v=LkyTeIK0e_U

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.