વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી,આગામી 5 દિવસ પડી શકે છે વરસાદ….

વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને જેમાં આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી છે અને તેમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે તથા રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ દ.ગુજરાત, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, જુનાગઢ, સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. તથા  કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે અને તેમજ 28 જુનથી 01 જુલાઈ વરસાદનું જોર વધુ રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આગામી બે દિવસ એટલે કે, 29 અને 30મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે. તેમજ  દરિયો ન ખેડવા પણ સુચનાઓ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.