છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18થી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ.

દીકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી છે. રિપોર્ટ્સ મુજબ પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તે માટે સરકાર હાલના કાયદાઓમાં સંશોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે તેમના લગ્ન ઉચિત સમય પર થાય. હાલના કાયદાઓ મુજબ દેશમાં પુરુષોના લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓની 18 વર્ષ છે.

ટાસ્ક ફોર્સનું કહેવું હતું કે પહેલા બાળકને જન્મ આપતી વખત દીકરીઓની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં લેટ કરવાથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અને હિન્દુ મેરેજ એક્ટ 1955 બધા મુજબ લગ્ન કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

તેમાં ધર્મના હિસાબ કોઈ બદલાવ કે છૂટ આપવામાં આવી નથી. હાલમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 લાગુ છે. જે મુજબ 21 અને 18 વર્ષ પહેલા લગ્નને બાળ લગ્ન માનવામાં આવશે. એમ કરવા અને કરાવવા પર 21 વર્ષની જેલ અને એક લાખ સુધીનો દંડ થઈ શકે છે. ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છોકરીઓના લગ્નની ઉંમરને લઈને સરકાર સમીક્ષા કરી રહી છે. છોકરીઓના લગ્નની યોગ્ય ઉંમર કઈ છે તે માટે કમિટી બનાવવામાં આવી છે. તેનો રિપોર્ટ આવતા જ દીકરીઓના લગ્નની ઉંમરને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

હવે સરકાર છોકરીઓ માટે આ સીમાને વધારીને 21 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે. સાંસદ જયા જેટલીની અધ્યક્ષતામાં 10 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે અને જે તેના પર પોતાના સૂચન જલદી જ આપશે. દીકરીઓના લગ્નની ઉંમરને લઈને દિલ્હી હાઇ કોર્ટના વકીલ અશ્વિની કુમારે એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે છોકરીઓ અને છોકરાના લગ્નની ઉંમરનો કાયદાકીય અંતર ખતમ કરવામાં આવે. આ અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો તો કેન્દ્રએ કહ્યું હતું કે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.