રશિયાનાં આપાતકાલિન મંત્રી યેવગેની જેનિચેવી આકઁટિકમાં રણનિતીક અભ્યાસ દરમિયાન એક વ્યકિતને બચાવવાના ચક્કરમાં મોત થઈ ગયું. જિનિચેવ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પૂવઁ બોડીગાડઁ હતાં. રાષ્ટ્રપતિ કાયાઁલય પરથી આ દુર્ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, યેવગેની એક કેમેરામેનને બચાવવા જતાં હતાં.
જેમાં તેમને જીવ ખોવાનો વારો આવ્યો હતો. તેમના મૃત શરીરને મોસ્કો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કટોકટી મંત્રાલયે કહ્યું કે, ૫૫ વષીઁય યેવજેની ઝીનીચેવનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. આ ધટના બુધવારે બની, જયારે તે આકઁટિક પ્રદેશને કટોકટીમાંથી બચાવવા માટે અનેક વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેને ગંભીર ઈજા થઈ હતી.
તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું. તેઓ વિવિધ હોદ્દાઓ પર હતાં ત્યારે, જીનીચેવે રાષ્ટ્રપતિ પુતિન સાથે ધણી વિદેશ યાત્રાઓ પણ કરી હતી.
https://www.youtube.com/watch?v=BC2vzR7JzrQ&t=6s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.