મુખ્યમંત્રી ના શપથ ગ્રહણ બાદ નવા મંત્રીમંડળમાં કોને કોને સમાવેશ કરવો અને કોનું પત્તુ કપાશે તેની અટકળો તેજ થઈ ગઈ છે. જો કે સચિવાલયમાં કેટલાંક મંત્રીઓને અણસાર આવી ગયો છે કે જેનાં કારણે ચેમ્બર ખાલી થવા માંડી છે.
જયારે કેટલાંક મંત્રીઓ આશા રાખી રહયાં છે કે તેમને ફરી મંત્રી પદ મળશે. વિજય રુપાણીએ અચાનક રાજીનામું આપતાં જ કેટલીક ફાઈલો અટકી પડી છે. નવા મુખ્યમંત્રીની શપથવિધિ માં આવેલાં કેટલાંક ધારાસભ્યો સચિવાલય પહોંચ્યા હતાં.
https://www.youtube.com/watch?v=evfkO0JJjq0
જયાં મંત્રીઓનાં પીએ ને ફાઈલોની પરિસ્થિતિ પૂછતાં એ વખતે જવાબમાં નવું મંત્રીમંડળ રચાય પછી જ વાત. મંત્રીઓનાં પીએ એ પણ વતન તરફ જવાની તૈયારી કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.