મોબાઈલ બન્યો બોમ્બ , ફોન ફાટતાં જ કિશોરનાં કપાઈ ગયાં ટેરવા

કોરોના (CORONA) કાળમાં ઓનલાઇન (ONLINE) અભ્યાસના (STUDY) કારણે બાળકો સ્માર્ટફોનનો (SMART PHONE) ઉપયોગ વધારે કરતા થઈ ગયા છે. અભ્યાસ ઉપરાંત બાળકો મોબાઈલ ગેમના (MOBLIE GAME) રવાડે ચડી ગયા છે. અનેક વખત મોબાઈલમાં બ્લાસ્ટ (BLAST) થવાના કિસ્સા તમે સાંભળ્યા હશે.

તાજેતરમાં જ આવો જ બનાવ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ધનેલા ગામમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાલાસિનોર મોબાઈલ ચાર્જિંગમાં મુકીને કિશોર ગેમ રમી રહ્યોં હતો. દરમિયાન અચાનક મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતાં કિશોરના હાથ પર ઈજા પહોંચી હતી.

મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરના હાથની આંગળીઓના ટેરવાં કપાઈ ગયા હતા.જેની જાણ કરતા તેના પરિવારજનોએ તાત્કાલિક બાયડ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તેની હાલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે , આજના સમયમાં બાળકોની નાની ઉંમરમાં મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે.

https://www.youtube.com/watch?v=uY_EkcN0pVU

જોકે નાના બાળકો તેની આડઅસર વિશે જાણતાં હોતા નથી. વર્તમાન સમયમાં માસૂમ બાળકો ફ્રી ફાયર સહિત અનેક પ્રકારની મોબાઈલ ગેમના રવાડે ચડ્યા છે. પોતાના અભ્યાસ અને ઘરનાં કામકાજ છોડીને નાના બાળકો આવી ગેમો રમવા લાગ્યા છે. તેઓ ગેમ રમવામાં એટલા ખોવાય જાય છે કે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.