ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશભરમાં ખોલવામાં આવેલાં કોમન સવિઁસ સેન્ટસઁ એ લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી નાખ્યું છે.
હવે સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે સરકારી કચેરી જવાની જરૂર નથી. આ કેન્દ્રો પર જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અને આધાર કાર્ડ વગેરે કરી શકાય છે. જો તમે ૧૦ પાસ છો અને કોમ્પ્યુટર ચલાવવાતાં આવડતું હોય તો તમે પણ કોમન સવિઁસ સેન્ટર ખોલી શકો છો.
સીએસસી જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વીજળી બિલની ચૂકવણી, સરકારી યોજનાઓ સાથે સંબંધિત તમામ કામ કરે છે. CSC ખોલવા માટે પહેલા તમારે વેબસાઈટ www.csc.gov.in પર નોંધણી કરાવવી પડશે.
કોમન સવિઁસ સેન્ટર પર કરવામાં આવતાં દરેક વ્યવહાર માટે સરકાર ૧૧ રૂપિયા આપે છે. આ સિવાય ટ્રેન અને બસ તેમજ અન્ય ટિકિટ માટે ૧૦ થી ૨૦ રુપિયા મળશે. જેનાથી તમે કમાણી કરી શકશો.
https://www.facebook.com/AsmitaNews/videos/248591950501749
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.