અરે બાપ રે… મોટી મોટી ફેંકમફેક કરતી કેન્દ્રની મોદી સરકારે કરી આ લોકોની અનામત નાબૂદ કરી…

કેન્દ્રની મોદી સરકારે દિવ્યાંગ લોકોને મળતા અનામતમાં મોટો નિર્ણય કર્યો છે. હકીકતમાં જોઈએ તો કેન્દ્ર સરકારે દિવ્યાંગોને સરકારી નોકરીમાં મળતા ૪% અનામત કોટા હટાવી દીધા છે. કેન્દ્રે આઇપીએસ, રેલવે સુરક્ષા દળ, દિલ્હી, અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલીમાં પોલીસ દળ અને કેન્દ્રીય તમામ લડાઈ પદ પર વિકલાંગોને ૪% નોકરી અનામત હટાવી દીધી છે.

નોંધનીય બાબત એ છે કે ગેજેટ નોટિફિકેશન મુજબ સરકારે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો માંથી અમુક સંસ્થાઓને મુક્તિ આપી છે. જે અપંગ વ્યક્તિઓ માટે રોજગારમાં અનામતની જોગવાઈ કરી છે. આ અધિનિયમ હેઠળ પોલીસ ફોસઁ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ જેવા એકમોમાં નિમણૂકો માં અપંગ વ્યક્તિઓને ૪% અનામત મળતી હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે.

સરકારે કેમ નિર્ણય લીધો?
આ અંગે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના સચિવ અંજલી ભવરાએ જણાવ્યું હતું કે સૂચનાથી બધું જ જાણી શકાય છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને વિકલાંગ લોકો તરફથી વિરોધ થઈ શકે છે. સ્વીકાર્ય છે કે, આ સેવાઓમાં સામાન્ય રીતે ફિલ્ડવર્કનો સમાવેશ થાય છે. કદાચ આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે તેમનામાં અપંગતા અનામત નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.

https://www.youtube.com/watch?v=Z4NJKSCETBg&t=14s


લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.