કોરોના મહામારી બાદ પણ લોકોની રોજગારી વધી એવું મોદી સરકાર કહે છે… પરંતુ શ્રમ મંત્રાલયે તો…

કોરોના પછી બેરોજગારી થી ઘેરાયેલી કેન્દ્ર સરકાર હવે રાહતના મૂડમાં જોવા મળી રહી છે. સોમવારે આવેલા ત્રિમાસિક રોજગારી સર્વે અનુસાર દેશમાં નોકરીઓ વધી છે. મંત્રાલય આ સર્વે હાથ ધર્યો છે. જેમાં ૩.૦૮ કરોડ રોજગારીની તકો હતી. જેમાં છેલ્લા આઠ વર્ષની સરખામણીએ ૨૯ ટકાનો વધારો થયો છે.

સર્વેમાં ઉત્પાદન બાંધકામ, વેપાર પરિવહન, શિક્ષણ, આરોગ્ય આવાસ અને હોટલો અને નાણાકીય સેવાઓ ના નવ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ૨૦૧૩ના આર્થિક અહેવાલ મુજબ આ નવ ક્ષેત્રોમાં ૮૫ટકા રોજગારી છે.

CMIE સર્વમાં વર્ષ મે મહિનામાં માસિક બેરોજગારનો દર ૧૧.૯% હતો. આમાંથી બેરોજગારી શહેરી વિસ્તારોમાં ૧૪.૭૩% અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૦.૬૩% હતી. તે મહિનામાં ૧.૫ કરોડથી વધુ નોકરીઓ છૂટી ગઈ.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોમવારે આ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 25 માર્ચથી 30 જૂન વચ્ચે લોકડાઉન દરમિયાન 81 ટકા કર્મચારીઓને સંપૂર્ણ પગાર મળ્યો હતો. તેમાં જણાવાયું છે કે 16 ટકાને ઓછું વેતન મળ્યું છે અને લગભગ 3 ટકાને પૈસા મળ્યા નથી.

QES રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ (22 ટકા), આરોગ્ય (8 ટકા) અને IT/BPO (7 ટકા) મેન્યુફેક્ચરિંગમાં સૌથી વધુ 41 ટકા રોજગાર ધરાવે છે. આ વખતે મહિલા કામદારોની કુલ ભાગીદારી 29 ટકા હતી, જે 2013 ના આંકડા કરતા ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.