મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રૂ ૧૦ લાખનું વળતર ચુકવવામાં આવશે અને ઈજાગ્રસ્તોને એક લાખનું વળતર ચુકવાશે ઉપરાંત દુર્ઘટનાનો તપાસ રીપોર્ટ હાઈકોર્ટને સીલબંધ કવરમાં સોપવામાં આવ્યો છે
News Detail
મોરબી ઝુલતા પુલ દુર્ધટનાને પગલે મોરબી નગરપાલિકાનું વિસર્જન કરાશે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રૂ ૧૦ લાખનું વળતર ચુકવવામાં આવશે અને ઈજાગ્રસ્તોને એક લાખનું વળતર ચુકવાશે ઉપરાંત દુર્ઘટનાનો તપાસ રીપોર્ટ હાઈકોર્ટને સીલબંધ કવરમાં સોપવામાં આવ્યો છે જેમાં નગરપાલિકા વિસર્જન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામાં પ્રમાણે, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સૌથી પહેલાં મુખ્યમંત્રી રાહત કોષમાંથી 4 લાખ, વડાપ્રધાન રીલિફ ફંડમાંથી બે લાખ ચૂકવાયા છે. આ ઉપરાંત વધુ ચાર લાખ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે કુલ 10 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.આ કેસની સુનાવણી દરમિયાન રાજ્યના તમામ બ્રિજની સ્થિતિનો સરવે કરીને રાજ્ય સરકારે એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હતો. તે ઉપરાંત રાજ્યમાં ફરીવાર આવી કોઈ ગોઝારી દુર્ઘટના ન ઘટે તે માટેની તકેદારીઓને લઈને કોર્ટે અવલોકન કર્યું હતું. હેરિટેજ ઇમારતોની પણ ચોક્કસ જાળવણી રાખવા હાઇકોર્ટે ટકોર કરી હતી.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી કરાશે. એડવોકેટ જનરલની કોર્ટને ખાતરી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.