યુક્રેનની સૌથી સુંદર મહિલા અને ભૂતપૂર્વ Miss Grand Uk ને Fighter Boot માટે તેણીની High Hils છોડી દીધી છે.અને મહિલા રશિયન હુમલા સામે પોતાના દેશની રક્ષા કરવા માટે યુક્રેન ની સેનામાં જોડાઈ છે.તેમજ અનાસ્તાસિયા લેના 2015 Miss Grand ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનની પ્રતિનિધિ હતી.લીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે તેણે પોતાના ઘરની સુરક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે.
શનિવારના રોજ સશસ્ત્ર સૈનિકો સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કરતા લેનાએ લખ્યું, ‘જે કોઈ પણ કબજાના ઈરાદા સાથે યુક્રેન ની સરહદમાં પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે.’ એક પોસ્ટમાં, તેણે મજાકમાં કહ્યું, આપણી (યુક્રેન) સેના જે રીતે લડી રહી છે, NATO એ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ.અને લીનાના ઈન્સ્ટાગ્રામ પર 75,000 ફોલોઅર્સ છે. તેણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીનો એક સૈનિક તરીકેનો ફોટો પણ શેર કર્યો અને તેમને ‘સાચા અને મજબૂત નેતા’ ગણાવ્યા.
ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી, મોડેલે Instagram પર ઘણી વાર્તાઓ શેર કરી છે જેમાં તેણે યુક્રેનિયન સશસ્ત્ર દળો માટે સમર્થન અને નાણાકીય સહાયની માંગ કરી છે.તેની તસવીરોમાં લેના એરસોફ્ટ ગન સાથે સેનાના મિલિટરી યુનિફોર્મમાં જોવા મળી રહી છે. તેણીની પ્રોફાઇલ મુજબ, તેણીએ અગાઉ તુર્કીમાં એક મોડેલ અને પબ્લિક રિલેશન મેનેજર તરીકે કામ કર્યું હતું.અને તેમનું અત્યાર સુધીનું જીવન યુદ્ધની હિંસાથી દૂર પસાર થયું છે. લેના પાંચ ભાષાઓ બોલી શકે છે અને તેણે અનુવાદક તરીકે પણ કામ કર્યું છે.
આ પહેલા યુક્રેનની એક મહિલા સાંસદે પણ બંદૂક સાથે પોતાની તસવીર શેર કરી હતી. મહિલા સાંસદ પણ સેનામાં જોડાઈ છે અને દેશની રક્ષા માટે આગળની હરોળ પર લડી રહી છે. અને Amezone કંપનીના પૂર્વ સીઓઓ અને વોઈસ પાર્ટીના સાંસદ કિરા રુડીકે કહ્યું કે હું કલાશ્નિકોવ ચલાવતા શીખી ગયો છું અને હવે હું હથિયાર ઉઠાવવાની તૈયારી કરી રહી છું. કિરાએ લખ્યું, ‘આપણી મહિલાઓ પણ આપણી પૃથ્વીની એ જ રીતે રક્ષા કરશે જેવી રીતે પુરુષો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.