જૂનાગઢનાં કેશોદમાં અરેરાટીભયાઁ કિસ્સો બન્યો છે. ૩૦ વષઁની માતાએ મોત વ્હાલું કરતાં પહેલાં પારણામાં સૂઇ રહેલાં એક વષઁનાં દીકરાને પણ મોત આપ્યું હતું. મળતી માહિતી અનુસાર. જુનાગઢનાં કેશોદના સાંગરસોલા સોનારા પરિવાર રહે છે. પરિવારના મોભી જગદીશ સોનારા ખાનગી કામથી બહારગામ ગયા હતાં.
જેથી તેમની રેખાબેન એ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. રેખાબેને પહેલાં તો એક વર્ષનાં દીકરા ભવ્યને ઉંધમાં જ મોત આપ્યું હતું. તેના બાદ રેખાબેને ગળે ફાંસો ખાઇને મોતને વહાલું કર્યું હતું. જગદીશ ભાઈ ધરે આવતાં પત્નીની લાશ અને દીકરાનો મૃતદેહ પારણામાં પડયો હતો.
બંનેનાં મૃતદેહને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જણાવા મળ્યું હતું કે, જગદીશ ભાઈની પત્નીને માનસિક બિમારી હતી. આ ધટના બાદ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસે પેનલ પીએમ માટે બંને મૃતદેહ જામનગર રવાના કર્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.