માંગરોળના મોસાલી ગામે પિયરમાં પિતાને ત્યાં રહેવા આવેલી પરિણીતા ગુમ થતાં પતિએ પત્ની ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી પ્રેમી સાથે ભાગી ગયાની શંકા વ્યક્ત કરી છે.
મોસાલી ગામે રહેતા સજાઉદીન સદરૂદીન પઠાણની પુત્રી હિનાનાં લગ્ન આજથી ૧૪ વર્ષ પહેલાં સુરત ખાતે રહેતા મહંમદ ઝુબેર મલેક સાથે થયાં હતાં અને લગ્નજીવન દરમિયાન બે સંતાન અવતર્યાં હતાં જેમાં મોટો પુત્ર અતિક ધો.7માં ભણે છે અને પુત્રી મહેરીન ધો.4માં ભણે છે.પત્ની થોડા દિવસ પહેલાં મોસાલી ખાતે પિયરમાં સુરતથી આવી હતી અને તા.31ના રોજ 6 કલાકે હિના ઘરના સભ્યોને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઇ હતી.
જે અંગેની જાણ તેના સાળા સિરાજભાઈએ સુરત હિનાના પતિને કરી હતી અને તેમણે તમામ જગ્યાએ શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આખરે માંગરોળ પોલીસમથકમાં પતિ મહંમદ ઝુબેર મલેક દ્વારા ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુમ થયેલી હિના મધ્યમ બાંધાની, મોં ગોળ, ઊંચાઈ ૫ ફૂટ, ડાબી આંખ લકવાના કારણે નાની થઈ ગઈ છે, હિન્દી અને ગુજરાતી ભાષા બોલે છે તેવી માહિતી પોલીસને અપાઈ હતી અને વધુમાં પતિ મહંમદે ફરિયાદમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી સુરત ખાતે રહેતો સૈયદ રજા નામના ઈસમ સાથે હિના પ્રેમસંબંધ ધરાવતી હતી અને આ બાબતે સૈયદને ઠપકો પણ આપવામાં આવ્યો અને સાસરી અને પિયર પક્ષે હિનાને પ્રેમસંબંધ નહીં રાખવા કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.