દીકરીના લગ્નની કંકોત્રી આપવા વડોદરા ખાતે ગયેલી માતાનું સિલિન્ડર બ્લાસ્ટમાં મોત થયું

વડોદરાના ગોમતીપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઈજા થઇ હતી. તેથી આ મહિલા સહિત તમામની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ થોડા દિવસની સારવાર બાદ આ મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. અને એવી પણ માહિતી મળી રહી છે કે મૃતક મહિલાની દીકરીના થોડા દિવસ પછી જ લગ્ન યોજવાના છે અને તેઓ જે સમયે તેમના પિયરમાં લગ્નની કંકોત્રી આપવા માટે ગયા તે સમયે આ ઘટના બની હતી. દીકરીના લગ્ન પહેલા જ પરિવારના માતમનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાવની મળતી માહિતી અનુસાર મહેસાણામાં રહેતા ભારતી લીંબાચીયા તેમના પરિવારના સાથે રહે છે. તેઓ પોતાની દીકરીના લગ્ન થવાના હોવાથી વડોદરાના ગાજરવાડી વિસ્તારમાં આવેલા ગોમતીપુરામાં 3 ફેબ્રુઆરીના રોજ તેમના પિયરમાં લગ્નની કંકોત્રી આપવા માટે ગયા હતા. તે જ્યારે પિયરમાં ગયા તે સમયે જ ઘરમાં રહેલો LPGનો બાટલો ફાટ્યો હતો. આ ઘટનામાં ઘરમાં રહેલા ચાર લોકોના ઈજા થવા પામી હતી. આ ચાર દર્દીઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા થઇ હોવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મહેસાણામાં રહેતા ભારતી લીંબાચીયાની તબિયત ખૂબ જ ગંભીર હતી. તેથી તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ભારતી લીંબાચીયાને દીકરીના લગ્નની ખૂબ જ ખૂશી હતી પણ ખૂશીનો આણંદ પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગયો અને દીકરીના લગ્ન થાય તે પહેલા ભારતી લીંબાચીયા દુનિયાને છોડીને જતા રહ્યા હતા. ભારતી લીંબાચીયાના મોતને લઇને પરિવારના સભ્યો પર આભા તૂટી પડ્યું હતું. ભારતી લીંબાચીયાના અંતિમ સંસ્કાર પણ વડોદરામાં જ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.