જમીન વિવાદમાં વધુ એક નેતાનું નામ ઉછળ્યું.. જમીન માલિકે આત્મહત્યા કરી લેતાં ચકચાર..

જમીન વિવાદને લઇ છાયા વિસ્તાર રહેતાં આધેડે ઝેરી દવા ગટગટાવી આપધાત કરી લેતાં પોલીસે આ મામલે નિવેદન લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છાયામાં રહેતાં અને પાનની દુકાન ચલાવનાર ઠેબા સવદાસ નામનાં આધેડે ઝેરી દવા ગટગટાવતાં પોલીસ દોડતી થઈ હતી.

મૃતકનાં ખીસ્સામાંથી એક ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં પૂવઁ જિલ્લા ભાજપનાં પ્રમુખ વિક્રમ ઓડેદરા કે જે મૃતકનો સગો દિકરો થયા છે. તેનું નામ તેમજ જીવા નાગા ઓડેદરા અને શહેર ભાજપના પ્રમુખ પંકજ મજીઠીયા આ ત્રણેય લોકો તેઓને હેરાન કરે છે જેથી તે આ દવા પીવે છે તેઓ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કથીત સ્યુસાઈડ નોટમાં ધમકી આપવામાં ત્રણ પૈકી જે એક નામ લખેલ છે તેમજ જેઓએ આ જમીન ખરીદી છે તે શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાએ આ આક્ષેપોને ખોટા ગણાવતા હતા. તેમણે જણાવ્યું હતું કે,અમારી પાસે તમામ દસ્તાવેજો છે. તેમજ જેઓની પાસેથી જમીન લીધી છે.

https://www.youtube.com/watch?v=EHcShVVEJ2Y

તેઓનું કોર્ટમાં સહમતિ પત્ર પણ છે. અમે આ વ્યક્તિને ઓળખતા પણ નથી આમ છતા તેઓ છેલ્લા ઘણા સમયથી અમોને ધમકીઓ આપતા હોય જે અંગે અમોએ પોલીસને પણ જાણ કરી છે અને અમોએ પોલાીસને પણ તમામ દસ્તાવેજો સહિતના ડોક્યુમેન્ટ આપેલ છે.

પોરબંદરમાં જમીન વિવાદ બાદ જે રીતે આધેડે આપઘાત કર્યો છે. તેમાં પોરબંદર જિલ્લાના ભાજપ અગ્રણીઓના નામે આક્ષેપ થયા હોવાથી હાલ તો શહેર ભરમાં આ મામલે ભારે ચર્ચા જગાવી છે. પોલીસ દ્વારા મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.