સુરતના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત અને રાજકોટના રાજકુમાર પાંડિયન નું નામ પાક્કું !?

IPS અધિકારીઓની મોટા પાયે બદલીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ચર્ચા એવી પણ છે કે અજય તોમર અનેેેે મનોજ અગ્રવાલને આરામ અપાશે અને સુરત રેન્જ આઇજીની ક્રીમ પોસ્ટ માટે IPS અધિકારીઓએ ભલામણો શરૂ કરાવી દીધી હોવાનું પણ કહેવાય છે.

ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ગત અઠવાડિયે 7 IPS અધિકારીઓને ડીઆઇજી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા હતા અને આ પ્રમોશનની કામગીરી સાત પૈકી ના એક અધિકારીની પેન્ડિંંગ ઇન્કવાયરીનેે કારણે અટકી હોવાની વાત ચર્ચામાં હતી. હવે ગુજરાતમાંં સિનિયર IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર પદ માટેની અધિકારીઓની ખેંચતાણને લઈને કોકડું ગૂંચવાયું હતું અને જેનું કોકડું ઉકેલાયું હોવાની વાતો વચ્ચે અનુપમસિંહ ગેહલોત લગભગ સુરતના પોલીસ કમિશનર પદ મળે તેવી વાત છે. જ્યારે સુરત રેન્જ આઈજી તરીકે લાંબા સમયથી બિરાજમાન અને સુરતના પોલીસ કમિશનર બનવાની રેસ માં રહેલા રાજકુમાર પાંડિયનને રાજકોટના પોલીસ કમિશનર બનાવવાનું નક્કી થયું હોવાની વાતો ચર્ચામા આવી છે.

બીજી તરફ સુરતના પોલીસ કમિશનર અજય તોમર કે જેઓ લાંબા સમયથી અમદાવાદ પોલીસ કમિશનર પદ માટે રેસ માં હોવાની વાત વચ્ચે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કે જેઓ કોઈ પણ ભોગે સુરતના પોલીસ કમિશનર બનવા માંગતા હતા તે બંને અધિકારીઓને સાઇડ પોસ્ટીંગમાં આરામ આપવાનું નક્કી થયું હોવાનું જાણી શકાયું છે.

સૌથી મહત્વની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જગ્યા ખાલી હોય તે સ્થાને પોતાનું નામ પાકકુ કરાવવા માટે ઘણા સિનિયર અધિકારીઓ રેસમાં છે અને આ ઉપરાંત બદલીમાં જિલ્લો મેળવવા માટે તથા સાઇડ પોસ્ટીંગ માંથી એજ્યુકેટીવ પોસ્ટિંગમાં આવવા માટે પણ લોબિંગ શરૂ થઈ ગયું છે ‌ હવે જોવાનુંએ રહ્યું કે કયા અધિકારીઓનો લોબિંગ અને લાઇન કામ કરી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.