રાજ્ય માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી કરાયેલી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની અસર જોવા મળી છે અને સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ માં પલ્ટા બાદ હળવો પવન સાથે વરસાદ પડ્યા ના અહેવાલ છે તેમજ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે પાટણ અને શંખેશ્વરમાં પણ વરસાદ પડ્યો હતો.
રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ પડ્યા ના અહેવાલ છે.
આમ રાજ્યમાં હાલ ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે.રાજ્યમાં આગામી પાંચ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.