ગુજરાતમાં સરકારી શાળામાં મધ્યાહન ભોજન બાદ બાળકો પાસે ડીશ ધોવડાવવામાં આવી ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક શાળા બાળકોએ ગામમાં આવેલા તળાવમાં મઘ્યાહન ભોજન કરેલી ડીશો સાફ કરતાં નજરે પડ્યાં હતાં.અને જેને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ ઘટના ભાવનગરના ઘોઘા તાલુકાના કુડા ગામની છે. જ્યાં સરકારી શાળાના સંચાલકોએ શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન બાદ ડીશ ધોવા મોકલવામાં આવ્યા.મહત્વનું છે કે, ડીશ ધોવાની વ્યવસ્થા શાળામાં નહીં પણ તળાવમાં હતી.અને વાઈરલ વીડિયોમાં સાફ નજરે દેખાઈ છે કે, વિદ્યાર્થીઓ તળાવ કિનારે ડીશ ધોતા નજરે પડ્યા હતા.
ત્યારે હાલ લોકોના મનમાં એક સવાલો ઉઠી રહ્યાં છે કે, આ નાના ભૂલકા તળાવમાં પડી ગયા હોત.કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદારી કોણ લેત?. સવાલ એ પણ થાય છે કે બાળકો પાસે આવા કાર્યો કેમ કરાવવામાં આવ્યા. અને બાળકોને તળાવ પર મોકલવાનો નિર્ણય કોણે લીધો?. હાલ સ્માર્ટ શાળાની ચર્ચાઓ રાજ્યમાં ચાલી રહી છે. અને ત્યારે આવા વીડિયો પણ સામે આવી રહ્યા છે જે સ્માર્ટ શાળાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવી દે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.