આગામી 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 28 અને 29મેના રોજ ગુજરાત આવી રહ્યા છે. 29 મેના રોજ નડિયાદ અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. પરંતુ તે અગાઉ તેઓ દ્વારકાધીશના દર્શન કરવા જશે. જી, હા 28મેના રોજ અમિતશાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જામનગરથી હેલિકોપ્ટર દ્વારા તેઓ દ્વારકા પહોંચશે અને દ્વારિકાધીશ સમક્ષ શિષ ઝુકાવીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.

તો 28મેના રોજ નડિયાદ ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદ ખાતે 23454.08 લાખના ખર્ચે બનેલા 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું લોકાપર્ણ કરશે. તેઓ નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસભા સંબોધન કરશે. જેમાં હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.અને આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા હેલિપેડની મુલાકાત લઇને તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના ભૂમિપૂજન માટે અમિત શાહ 29મેના રોજ અમદાવાદ આવશે.ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે અને લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.