ભારતમાં ડાયાબિટીસના દર્દીઓના સંખ્યા થઈ 10 કરોડથી પણ વધુ.

ભારતમાં ડાયાબિટીસને લઈ એક મોટું રહસ્ય સામે આવ્યું છે. એક માહીતી અનુસાર ભારતમાં 10 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. મેડિકલ જર્નલમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા હાલમાં એક માહીતી પ્રકાશિત કરવામાં આવી હતી. આ જર્નલના રિપોર્ટ અનુસાર ભારતમાં 101 મિલિયનથી વધારે લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. આ સર્વેમાં 20 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થયો છે.

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો આંકડાઓની વાત કરીએ તો 2019માં આ આંકડો 7 કરોડની પાસે હતો. જ્યારે વર્તમાનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર આ આંકડો 10 કરોડથી પણ વધુ છે. એટલે કે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યામાં 3 કરોડનો વધારો થયો છે.વાત કરીએ તો ભારતમાં ડાયાબિટીસનો આંકડા કેટલાક રાજ્યોમાં સમાન છે, તો કેટલાક રાજ્યોમાં આ આંકડાઓ ઝડપથી વધી પણ રહ્યા છે. એક માહીતી અનુસાર દેશના 15 ટકા લોકો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે. એટલે કે કૂલ 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.