ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમને 2-1થી હરાવીને શ્રેણી પર કબજો કર્યો હતો અને હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાવાની છે. આ વનડે શ્રેણી 10 થી 15 જાન્યુઆરી સુધી રમાશે.
આ શ્રેણી આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારી હશે. આ સિરીઝની પ્રથમ મેચ આસામ ક્રિકેટ એસોસિએશનમાં રમાશે. ભારતનો નિયમિત સુકાની રોહિત શર્મા આ શ્રેણી સાથે વાપસી કરી રહ્યો છે. રોહિત શર્મા ઈજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત ઉપરાંત ભારતનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ વાપસી કરી રહ્યો છે. NCA દ્વારા તેને ફિટનેસ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે, ત્યારબાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે તો આવો તમને જણાવીએ કે મેચ ક્યારે અને કયા સમયે શરૂ થશે અને આ મેચનું લાઈવ પ્રસારણ અને સ્ટ્રીમિંગ ક્યાં થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે ગુવાહાટીના આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમને બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેચ મંગળવાર, 10 જાન્યુઆરીએ બપોરે 1.30 કલાકે શરૂ થશે અને ટોસ બપોરે 1 વાગ્યે થશે. બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. અને શ્રેણીની છેલ્લી મેચ 15મી જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાવાની છે.
T20 શ્રેણીમાં જોરદાર સ્પર્ધા કરી રહેલી શ્રીલંકાની ટીમ પાસે ભારતીય ધરતી પર પ્રથમ દ્વિપક્ષીય T20 શ્રેણી જીતવાની સુવર્ણ તક છે. શ્રીલંકાની ટીમ ભારતમાં ક્યારેય આવું કરી શકી નથી અને ભારતમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 10 વખત ટક્કર થઈ છે, જેમાં ભારતે તમામ વખત શ્રેણી જીતી છે.
રોહિત શર્મા, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, લોકેશ રાહુલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, કુલદીપ સિંહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.
ભારત અને શ્રીલંકા 1લી મેચનું જીવંત પ્રસારણ અને સ્ટ્રીમિંગ વિગતો
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને આ સિવાય તમે ફ્રી ડિશમાં નેશનલ સ્પોર્ટ્સ પર પણ આ મેચનો આનંદ લઈ શકો છો. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. Jio યુઝર્સ Jio TV પર ફ્રીમાં મેચ જોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.