સરપંચનું ફોર્મ ભર્યું , ૨ નાં સિક્કાથી ભરતાં અધિકારીને પરસેવો વળ્યો..
ગુજરાતમાં (GUJARAT) ગ્રામ પંચાયતની (GRAM PANCHAYAT) ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતમાં સરપંચ (SARPANCH) અને તેમના સાથી સભ્યોની ચુંટણી યોજાવાની છે. ફોર્મ (FORM) ભરવા માટે દાવેદારોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજ (PRANTIJ) મહિલા ઉમેદવારનું (WOMEN CANDIDATE) ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો.
કારણ કે , મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા ૨ રુપિયાનો સિક્કા લઈને આવ્યાં હતા. સાબરકાંઠાના પ્રાંતિજ માં એક મહિલા ઉમેદવાર સરપંચ નું ફોર્મ ભરવા પહોંચ્યા હતા પરંતુ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવા માટે મહિલાઓ પોતાની સાથે ચિલ્લર લઈને આવ્યા હતા. તેમણે ફોર્મની સાથે બે રૂપિયાના ઢગલાબંધ સિક્કા લઈને આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ ની ૨૧ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ૯૭ ફોર્મ ભરાયા છે. તો ૨૭ ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્યો માટે ૧૮૮ ફોર્મ ભરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.