અમદાવાદ ગ્રામ્ય એસઓજીના જવાનોએ SOBO સેન્ટર, બોપલ ખાતે આવેલી ગિફ્ટ શોપમાં દરોડો પાડી ઈ-સિગારેટનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો અને દુકાનના માલિકની ધરપકડ કરી હતી અને આ વ્યક્તિ મૂળ કિંમત કરતાં ત્રણ ગણી કિંમતે સ્થાનિક યુવાનોને ઈ-સિગારેટ વેચતો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીના જવાનોને બાતમી મળી હતી કે દક્ષિણ બોપલમાં એસઓબીઓ સેન્ટર ખાતે આવેલી ગેલેક્સી ગ્લેટ્સ નામની ગિફ્ટ શોપમાં ગેરકાયદેસર રીતે ઈ-સિગારેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે ગુરૂવારે રાત્રે એક ડમી ગ્રાહકને તપાસ માટે મોકલતા દુકાન માલિક અજય વાઘવાણી (રહે.- ગોયલ કોમ્પ્લેક્ષ, આસિમા ટાવર સામે, બોડકદેવ) દ્વારા ઈ-સિગારેટનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે દુકાનમાં દરોડો પાડીને વિવિધ ફ્લેવર અને બ્રાન્ડની આશરે રૂ. 40,000ની કિંમતની ઈ-સિગારેટ મળી આવી હતી અને જે બોપલ તેમજ શોલાના યુવાનોને ઉંચા ભાવે વેચાતી હતી.
પોલીસે અજય વાધવાણી સામે ઈ-સિગારેટ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને આ જથ્થો ક્યાંથી આવતો હતો અને કોણ ખરીદતું હતું? આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.