હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટના બની છે.અને જેમાં વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા છે. તથા વારંવાર હુમલા થવાના કારણે સ્થળાંતર કરી રહ્યાં છે. તેમજ નાના બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ છે.તેમજ રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય લોકોને સતાવી રહ્યો છે.અને તેથી સાતથી આઠ જેટલા પરિવાર ઘર છોડી પલાયન થયા છે.
સાબરકાંઠાના વણઝારા વાસ પર બે વખત પથ્થર મારો થતાં વણઝારા વાસના સ્થાનિકો પોતાનો માલ સામાન લઈને સીફ્ટ થઈ રહ્યાં છે. તેમાં વારંવાર હુમલા થઈ રહ્યા છે જેને લઈ માલ સામાન લઈને સીફ્ટ થઈ રહ્યા છે. તેમાં નાના બાળકો અને સ્થાનિકમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે વણઝારા વાસમાં તોફાની ટોળા આમને-સામને આવી ગયા હતા.અને તેમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયાની આશંકા છે. તેમાં પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રવિવારે રામનવમીના પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર પથ્થરમારા તેમજ દુકાનો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બાદ દિવસભર શાંતિ જોવા મળી હતી. જો કે દિવસ આથમવાની સાથે ફરીથી હિંસા ભડકી હતી.અને જેના કારણે પોલીસની કુમક ઘટના સ્થળે પહોંચી ગઈ છે.આ અંગે મળતી વિગતો મુજબ, હિંમતનગરના વણઝારા વાસમાં તોફાન ફાટી નીકળ્યા હતા. વણઝારા વાસમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવા અને તોફાની ટોળાને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.