ચાલતી ટ્રેનના ગેટ પર બેઠેલા સોનુ સુદની તસ્વીર વાયરલ,જાણો રેલવેએ શું સલાહ આપી???

સોનુ સૂદ બોલીવુડના એક એવા એકટર છે, જેના પર લોકો જાન છીડકે છે. પરંતુ ચાહકોના મસીહા સોનુ સુદે હવે કઇક એવું કર્યુ છે કે તેમને વખાણ નહી પણ ફટકાર મળી રહી છે. જી હા સોનુ સુદે થોડા દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો જેમાં આ એકટર વીડિયોમાં રેલવેથી તેમની નારાજગી વ્યકત કરી છે.

વાત જાણે એમ છે કે સોનુ સુદે 13 ડિસેમ્બરે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સોનુ સુદ ખુબ ઝડપથી ચાલતી ટ્રેનના ગેટ પર બેસીને મુસાફરી કરે છે અને સોનુ ગેટનું હેન્ડલ પકડીને પોતાની ટ્રેનમાં સફરને એન્જોય કરતા નજર આવ્યા હતા. પરંતુ તેમનું આ રીતે મુસાફરી કરવુ ઘણા લોકોને ઠીક ના લાગ્યું

સોનુના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઉત્તર રેલવેએ અભિનેતાને કડક સંદેશ આપ્યો છે. રેલવેનું કહેવું છે કે ટ્રેનના ફાટક પર બેસીને મુસાફરી કરવી ખૂબ જોખમી છે. સોનુના વીડિયોને રિટ્વીટ કરતા ઉત્તર રેલવેએ લખ્યું- પ્રિય સોનુ સાદુ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના ફૂટબોર્ડ પર બેસીને મુસાફરી કરવી જોખમી છે અને આ પ્રકારનો વીડિયો તમારા ફેન્સને ખોટો મેસેજ મોકલી શકે છે. કૃપા કરીને આમ ન કરો! સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો.

તે જ સમયે, મુંબઈ રેલ્વે પોલીસના સત્તાવાર હેન્ડલ પર પણ સોનુ દ્વારા આ કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી અને GRP મુંબઈએ ટ્વીટનો જવાબ આપ્યો અને લખ્યું- ફૂટબોર્ડ પર મુસાફરી એ ફિલ્મોમાં ‘મનોરંજન’નું સાધન બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.