વેસુ ફાયર સ્ટેશનન પાછળ કોર્નર વોર્ડના નવા બંધાતા મકાનની દિવાલમાં મશીનથી હોલ પાડતી વખતે વીજ કરંટ લાગતા ટેબલ પરથી પટકાયેલા ગોડાદરાના યુવકનું મોત નીપજ્યું હતું. બે સંતાનના પિતા એવા આ યુવકના અકાળે મોતથી પરિવારજનો ધેરા આઘાતમાં ડૂબી ગયા છે.
મળતી વિગતો મુજબ ગોડાદરા સ્થિત કલ્પનાનગરમાં રહેતો પ્રવિણ સીતારામ કોળી રવિવારે વેસુ ફાયર સ્ટેશન પાછળ આવેલા કોર્નર વોર્ડના નવા બંધાતા મકાનમાં કામ માટે ગયો હતો. સાંજના સમયે પ્રવિણ ટેબલ પર ચઢી કોર કટિંગ મશીનથી દિવાલમાં હોલ પાડી રહ્યો હતો. ત્યારે પ્રવિણને અચાનક વીજ કરંટ લાગતા ટેબલ પરથી નીચે પટકાયો હતો. જેને લીધે તેને માથામાં ઇજા પણ થઈ હતી. પ્રવિણને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ પ્રવિણને મૃત ઘોષિત કર્યો હતો. બનાવ અંગે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.