લગ્નના કારણે પ્લેનમાં બેઠેલા યાત્રીઓનાં શ્ચાસ અધ્ધર..
સુરતમાં પાઈલોટ લગ્નની લાઈટને કારણે પ્લેટ લેન્ડ કરી શકયો ન..
રાજ્યમાં હાલ લગ્નની સિઝન (WEDDING SEASON) ચાલી રહી છે. ત્યારે કારણે પ્લેનમાં (PLANE) બેઠેલા મુસાફરોના (PASSENGERS) શ્વાસ અધ્ધર થયા હતા. હા આ વાત એકદમ સાચી છે. સુરતમાં લગ્નની લાઈટથી (LIGHT) આંખ અંજાઈ જતા આકાશમાં ફરી રહેલા પ્લેનનો પાયલોટ પ્લેન લેન્ડ (PILOT PLANE LANDED) કરી શક્યો ન હતો.
લગ્નની લાઈટથી આંખ અંજાઈ જતા પ્લેન લેન્ડ કરી શક્યો ન હતો. ૪૫ મિનિટ ફલાઈટ ફરતી રહી હતી . જેને કારણે પ્લેનમાં બેસેલા ૬૨ યાત્રીઓનાં શ્ચાસ અધ્ધર થયા હતાં. ત્યારબાદ પોલીસ તાત્કાલિક લાઇટ બંધ કરાવીને સુરત એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગ કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર સુરતના ડુમસ માં લગ્ન પ્રસંગને કારણે પાંચ દિવસ પહેલા સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત થતાં અટક્યો હતો. સુરતમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં લગાવેલી એલઇડી હાઈ બીમ લાઇટની ફલેશથી પ્લેનના પાયલોટની આંખ અંજાતા ફલાઈટ લેન્ડમાં તકલીફ પડી હતી.
બીજી બાજુ તાત્કાલિક ડુમસ પોલીસને લગ્ન પ્રસંગમાં દોડાવી એવો અલઈડી હાઈ બીમ લાઈટ બંધ કરાવી હતી. તે પછી ફલાઈટ લેન્ડ થઈ હતી. આ ફલેશ ફલાઈટનાં લેન્ડિંગ રુટમાં પડયો હતો. તે જ સમયે એક ફલાઈટ લેન્ડ થવામાં હતી. પરંતુ પાઈલોટની આંખમાં ફલેશ આવતાં લેન્ડિંગમાં તકલીફ પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.