સરકાર સાથે વાતચીતના આમંત્રણ પર અનુરાગ ઠાકુરના ઘરે પહોંચ્યા પહેલવાનો.

સરકાર સાથે વાતચીત કરવા મળેલા આમંત્રણ પછી બજરંગ પુનિયા કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત લેવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. બજરંગ પુનિયાના પહોંચ્યા પછી જ પહેલવાન સાક્ષી મલિક અને તેમના પતિ સત્યવ્રત કાદિયાન પણ અનુરાગ ઠાકુરના ઘરે પહોંચ્યા છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. કુસ્તીબાજો ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ પણ કરી રહ્યા છે. કેટલીક મહિલા કુસ્તીબાજોએ તેના પર જાતીય શોષણનો આરોપ પણ લગાવ્યો છે, જે આરોપોને તે નકારી રહ્યા છે.

એક દિવસ પહેલા મંગળવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બ્રિજભૂષણ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેલાડીઓને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને આ વાત કરી હતી કે, સરકાર કુશ્તિબાજો સાથે વાતચીત કરવા માટે ઈચ્છા ધરાવે છે. મે એક વખત ફરી તેમને મળવા માટે આમંત્રણ મોકલ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.