અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને લેફ્ટ કરી આ પ્લેન જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું…

આજે સવારે ભારતીય વાયુસેનાની સી-૧૭ વિમાને કાબુલ થી ૧૨૦થી વધુ ભારતીય અધિકારીઓ સાથે ઉડાન ભરી છે.અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિક ને એરલિફટ કરી. આ પ્લેન જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું છે. કર્મચારીઓને ગઈકાલે સાંજે જ એરપોર્ટમાં સુરક્ષિત વિસ્તાર પહોંચાડી દેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં કેટલાક ભારતીય જે પરત ફરવા માંગે છે તે સુરક્ષિત ક્ષેત્રમાં છે અને તેમને એક કે બે દિવસમાં સુરક્ષિત ભારત લાવશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાએ સંપૂર્ણ કબજો કરી લીધો છે. બીજી તરફ અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આવા સમયે ભારતના ગૃહ મંત્રાલય દ્વારા આવા લોકોની ઇમર્જન્સી વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય એરફોસઁનાં વિમાનો દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

https://www.youtube.com/watch?v=x8tvhON_Q4Q&t=162s

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોની સમીક્ષા કરાઇ છે તથા મોટું એલાન કરાયું છે. ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી ‘e-Emergency X-Misc Visa’ શરૂ કરાયા છે. જે લોકો ભારત આવવા માંગે છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.