ગુજરાતને લાગશે મોટો ઝટકો.. સાણંદમાં આવેલો ફોર્ડ કંપનીનો પ્લાન્ટ થશે બંધ..હજારો લોકો થશે બેરોજગાર..

અમદાવાદનાં સાણંદમાં ફોડઁ કારનો ઉત્પાદન એકમ બંધ થઈ ગયો છે. ફોડઁ ઈન્ડિયાએ તેના સાણંદ એકમોમાં મોટરકારનું ઉત્પાદન આજથી બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત અને ભારતમાં અપેક્ષા પ્રમાણે વેચાણ ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પરિણામે ફોડઁ ઈન્ડિયાના સાણંદ એકમનાં ૨૨૦૦ થી ૨૫૦૦ જેટલાં કર્મચારીઓ બેરોજગાર થઈ જશે.આ અગાઉ હાલોલમાં જનરલ મોટર્સ તેનું એકમ સંકેલી લીધું હતું. અમદાવાદ નજીક સાણંદમાં આવેલા પ્લાન્ટ ઉપરાંત ચેન્નઈ મારિમાલાઈ ખાતેનો કાર ઉત્પાદન પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.

https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s

કંપની પ્લાન્ટ ટકાવી રાખવા તમાણ પ્રયાસો કર્યા હતાં. કંપનીએ મહિન્દ્રા કંપની સાથે ટાઈ -અપ કર્યુ હતું. પરંતુ આ ટાઈ અપ માંડ ૧૪ મહિના પણ ટકયું ન હતું. ગુજરાતનો પ્લાન્ટ બંધ થવાથી ૨૨ જેટલાં ડીલસઁ તેમનો ધંધો ગુમાવશે. ડીલસઁના માધ્યમથી અન્ય ૨૦૦૦ થઈ વધુ લોકોની રોજી રોટી પર અસર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.