અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન ચાલી રહ્યું છે. તાલિબાન તેની ક્રૃરતાભર્યા વલણના લીધે વિશ્વભરમાં કુખ્યાત છે. ત્યારે હવે તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધની જાહેરાત અફઘાનિસ્તાનના પ્રગતિશીલ ગણાતા હેરાત શહેરમાં કરવામાં આવી છે. 5.92 લાખની વસ્તી ધરાવતું હેરાતએ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતની રાજધાની છે. જે ખોરાસાન ક્ષેત્રનો એક ભાગ છે.અને સિલ્ક રુટ પર આવેલું આ સિટી વેપાર અને વાણીજયનું મહત્વનું કેન્દ્ર રહયું છે. ભારત, ચીન પશ્ચિમી દેશો સાથેનો વેપાર હેરાતથી થતો હોવાથી તે બીજા શહેરો કરતા અલગ પડે છે.
તાલિબાન અધિકારીઓએ મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવાની સૂચના આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક સમયનો અત્યંત પ્રગતિશિલ ગણાતા અફઘાનિસ્તાનમાં મહિલાઓ પુરુષની સમકક્ષ જીવન જીવતી હતી. તેની અસરથી મોટા શહેરોમાં રહેતી મહિલાઓ ડ્રાઇવિંગ કરતી હોય તે સામાન્ય વાત છે. હેરાત શહેરનું કલ્ચર ઘણું ઉદાર ગણવામાં આવે છે અને તેના પર પણ તાલિબાનીઓના પ્રતિબંધનો પંજો પડયો છે.
હેરાતની ડ્રાઇવિંગ સ્કૂલ ચાલકોનું કહેવું છે કે, હવેથી મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવા મૌખિક સૂચના આપવામાં આવી છે પરંતુ મહિલાઓ જાહેર રસ્તા પર વાહન ચલાવે કે નહી તે બાબતે કોઇ જ માહિતી નથી. અને તાલિબાની શાસકો સ્થાનિક વહિવટીતંત્રમાં રહેલા રુઢિવાદીઓને મહિલાઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મુકવાની છુટ આપીને ખૂશ રાખે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ સ્થિતિ વણસી ગઈ છે. દેશની 95 ટકા વસ્તી અનાજ અને ખાદ્ય ચીજોની અછતનો સામનો કરી રહી છે.અને મળતા અહેવાલો અનુસાર, વિશ્વમાં અનાજ સંબંધિત અછતનો સામનો કરી રહેલા સૌથી વધુ લોકોમાં અફઘાનિસ્તાનના લોકો છે. અહીં 2 કરોડ 30 લાખ લોકો ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.