સાંતલપુરનાં ગ્રામ્ય વિસ્તારમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનારા બંને શખ્સોને પોલીસે ઝડપી લીધા બે દિવસ પૂર્વે પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં ઘરની બહાર સુતેલી સગીરાનું બે શખ્સોએ અપહરણ કરી તેનાં પર દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પોલીસ દફતરે નોધાયો હતો . આ ઘટનામાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન બનાવી બન્ને આરોપીને ઝડપી લઇ જેલનાં સળીયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓ ઝડપાયા આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને રાત્રે બે શખ્સોએ ઉંઘતી ઉઠાવી જઇ તેની સાથે દુષ્કર્મ આચરી પરિવારજનો આવી જતાં બન્ને ભાઈઓ ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ બાબતે ભોગ બનનાર સગીરાએ સઘળી હકીકત પરિવાર સાથે પોલીસને જણાવી બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી બન્ને ફરાર આરોપી ભાઈઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માંથી સગીરા ઉપર દુષ્કર્મ આચર નારા બંને શખ્સો ને પોલીસે ઝડપી લીધા છે આગળ ની તજવીજ હાથ ધરેલ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.