મધ્ય પ્રદેશના ચંબલની સૌથી મોટી હૉસ્પિટલ જયારોગ્ય ચિકિત્સાલય સમૂહમાં ડૉક્ટરોની મોટી બેદરકારી સામે આવી છે. અહીં ડૉક્ટરોએ એક 31 વર્ષીય જીવિત મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. એટલું જ નહીં મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોર્ચુરીમાં પણ શિફ્ટ કરી દીધી. અને મોર્ચુરીમાં મહિલાના પતિએ જ્યારે તેની નસો પકડી જોઈ તો જાણવા મળ્યું કે મહિલા જીવિત હતી. ઉત્તર પ્રદેશના મહોબાના રહેવાસી નિરપત સિંહે જણાવ્યું કે બે દિવસ અગાઉ તેની પત્ની જામવતીનું બાઇક એક્સિડેન્ટ થઈ ગયું હતું.
તેણે તેને ઝાંસીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં એડમિટ કરાવી હતી. ગુરુવારે ડૉક્ટરોએ સારવાર માટે તેને ગ્વાલિયર રેફર કરી દીધી. ગુરુવારે રાત્રે જામવતીને લઈને ગ્વાલિયરના જયારોગ્ય હૉસ્પિટલ પહોંચ્યો. અહીં તેણે ટ્રોમા સેન્ટરમાં જામવતીને એડમિટ કરાવી. ડૉક્ટરોએ તેના આગામી દિવસે એટલે કે શુક્રવારે સાઢા ચાર વાગ્યે મહિલાને મૃત જાહેર કરી દીધી. હેરાનીની વાત એ છે કે ડૉક્ટરોએ ECG કર્યા વિના જ તેને મૃત જાહેર કરી દીધી હતી અને એટલું જ નહીં જીવિત મહિલાને મૃત બતાવીને તેનું શવ પોસ્ટમોર્ટમ માટે મોર્ચુરીમાં મોકલી આપ્યું.
જોકે પતિને ડૉક્ટરોની વાત પર ભરોસો નહોતો રહ્યો અને સંતુષ્ટિ માટે મોર્ચુરીમાં જઈને મહિલાની નસ ચેક કરી. નિરપતે જણાવ્યું કે જ્યારે તેણે પોતાની પત્નીની છાતી પર હાથ રાખ્યો તો તેના ધબકારા ચાલી રહ્યા છે. તેણે આ વાત પરિવારજનોને બતાવી. ત્યારબાદ ટ્રોમા સેન્ટર પર હોબાળો મચી ગયો ત્યારે જઈને ડૉક્ટરોએ ફરી સારવાર શરૂ કરી. તો પરિવારજનોએ આ બાબતે તપાસની માગણી કરી છે તો જયારોગ્ય હૉસ્પિટલના અધિક્ષકે પણ આ બાબતે એક્શન લીધું છે. અને અધિક્ષક ડૉ. આર.કે.એસ ધાકડે 3 સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. તપાસ સમિતિના આધાર પર બેદરકારી રાખનારા ડૉક્ટરો પર કાર્યવાહી થશે.
એક રિપોર્ટ મુજબ શુક્રવારે ટ્રોમા સેન્ટરના ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરતા ડેથ સર્ટિફિકેટ પણ જાહેર કરી દીધી હતી. પરિવારજનો સર્ટિફિકેટ અને બોડી લઈને પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચી ગયા. જામવંતીના ભાઈ માનસિંહે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ હાઉસમાં બહેનના શરીરની હલચલ જોઈ તો નસ તપાસી. અને બહેન જીવિત હતી. ધબકારા પણ ચાલી રહ્યા હતા. મેં ડૉક્ટરોને જાણકારી આપી. ટીમે આવીને તપાસ કરીને તો બહેન જીવતી મળી.
તેને ટ્રોમા સેન્ટરમાં ફરી એડમિટ કરવામાં આવી છે. મૃત્યુની જાણકારી ગામમાં પહોંચી તો ગામમાં રડારડ થઈ ગઇ હતી. થોડા સમય બાદ ફરી ટ્રોમા સેન્ટરમાં એડમિટ થવાના સમાચાર મળ્યા તો પરિવારજનો ભગવાનનો આભાર માની રહ્યા છે.અને ગામના લોકો પણ જામવંતીની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.