યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1 હજાર 560એ પહોંચ્યા છે. ઘણાં લાંબા સમય બાદ ખેડુતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. ચાલુ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન થવાના કારણે ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. તો આગામી દિવસોમાં હજી પણ કપાસના ભાવમાં વધારો થઈ શકે છે.સરકારે આજે પાક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ડાંગરના ટેકાના ભાવમાં ૭૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ સાથે જ ડાંગરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧૯૪૦ રૂપિયા થઇ ગયો છે. સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં ૫૦ ટકાથી ૬૫ ટકાનો વધારો કર્યો છે.
કેબિનેટ બેઠકમાં ૨૦૨૧-૨૨(જુલાઇ-જૂન) માટે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં ૫૦ ટકાથી ૬૫ ટકાનો વધારો કરાયો છે.ઉલ્લેખનીય છે કે ડાંગર મુખ્ય ખરીફ પાક છે અને તેની વાવણી દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત સાથે થાય છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બ સુધીના સમયગાળામાં વરસાદ સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલ કેબિનેટની બેઠકમાં ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત થઇ રહી છે અને ખેડૂતો ખરીફ પાકોના વાવણીની તૈયારી કરી રહ્યાં છે.
કેબિનેટ બેઠક પછી કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે પાક વર્ષ ૨૦૨૧-૨૨(જુલાઇથી જૂન) માટે ડાંગરનો ટેકાનો ભાવ વધારીને પ્રતિ ક્વિન્ટલ ૧૯૪૦ રૂપિયા કર્યો છે જે એક વર્ષ અગાઉ ૧૮૬૮ રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે નિયમિત સમયાંતરે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે છે.
તેમણે જણાવ્યુ હતું કે કેબિનેટના આ નિર્ણયથી યાત્રીઓની સુરક્ષા અને ટ્રાન્સપોર્ટમાં નેટવર્કમાં સુધારો થશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૨૫,૦૦૦ કરોડ રૂપિયા છે અને તે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. રેલવેને હાલમાં કોમ્યુનિકેશન નેટવર્ક માટે ઓપ્ટિકલ ફાઇબર પર આધાર રાખવો પડે છે. નવા સ્પેક્ટ્રમની ફાળવણીથી હાઇ સ્પીડ રેડિયોનો ઉપયોગ કરી શકાશે.
https://www.youtube.com/watch?v=4t91TjiGqYE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.