મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઇન્જેકશન હવે સરકાર જ ખાનગી હોસ્પિટલોને આપશે તેવી જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતની સાથે છ કંપનીઓના ઇન્જેકશનના ભાવ પણ સરકારે જાહેર કર્યા છે. અગાઉ રૂ. 2900થી રૂ.3300માં વેચાતા ઇન્જેકશન માટે હવે સરકારના નિર્ણયને પગલે 4563થી માંડીને5950 રૂપિયા ચૂકવવા પડશે. કારણ કે ઇન્જેકશન બનાવતી ફાર્મા કંપનીઓએ એમઆરપી વધારી દીધી છે. જેથી સરકાર હવે વધુ ભાવે ઇન્જેકશન ખરીદી ઉંચી કિંમતે જ લોકોને વેચશે. જેનું સીધુ ભારણ દર્દીના પરિવારજનોને પડશે. આ ભારણ ખૂબ જ મોટુ હશે.

સરકારે ભાવ પર નિયંત્રણ મૂકવાની જરૂર: કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.
ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ ભારત સિરમની એમ્ફોટેરિસિન ત્રણ મહિના અગાઉ માંડ રૂ.2900માં મળતી હતી, જેનો ભાવ રૂ.5071 નક્કી કરાયો છે. જ્યારે સનફાર્માની રૂ. 3300ની આસપાસ હતી જે રૂ.4563ની મળશે. મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યાં છે ત્યારે સરકારે કંપનીઓના ભાવ પર નિયંત્રણ મૂકવાની જરૂર છે. અમને નવાઇ એ વાતની લાગી છે કે, ગુજરાતની સિપલા કંપનીને ગુજરાતમાં જ એમ્ફોટેરિસિન ઇન્જેકશન વેચવાની મંજૂરી અપાઇ નથી.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.