ભારતમાં સસ્તી 7 સીટર કારનો જબરદસ્ત ક્રેઝ છે અને આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકીની અર્ટિગા MPV ખૂબ વેચાઇ છે.અને તેની સાથે જ રેનો ટ્રાઇબર જેવી ખૂબ જ સસ્તી MPV પણ છે. પણ આ બંને કારોની કડી ટક્કર આપવા માટે કિઆ મોટર્સે પોતાની નવી 7 સીટર કાર રજૂ કરી છે.અને જેની શરૂઆતી કિંમત 8.99 લાખ રૂપિયા છે.અને આ SUV એક રીતે બજેટલક્ષી તો છે પણ સાથે જ તેના લુક અને ફીચર્સ પણ જબરદસ્ત છે.અને ખાસ વાત એ છે કે કિઆ કારેન્સમાં સેફ્ટી ફિચર્સની પણ ખૂબ ભરમાર છે અને આ ફીચર્સ અકસ્માત સમયે લોકોના જીવ બચાવવામાં કારગર હોઇ શકે છે. જાણો કિઆ મોટર્સની આ નવી 7 સીટર વિશે…
ભારતમાં નવી 7 સીટર કાર કિઆ કારેન્સના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આમાં 10 હાઇ સેફ્ટી પેકેજ જોવા મળે છે.અને જેમાં 6 એયરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, વ્હીકલ ડિસ્ક બ્રેક, હાઈલાઇન ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેંસર અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવી ખાસિયતો છે.
આ બધી ખાસિયતોને લીધે એક અકસ્માતમાં કિઆની આ કાર ક્ષતિગ્રસ્ત તો થઇ પણ ડ્રાઈવરને કોઇ પ્રકારનું નુકસાન થયું નહીં.અને ભારતમાં મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી દેશી કંપનીઓ પછી હવે વિદેશી કંપનીઓ પણ પોતાની SUVમાં સેફ્ટી ફીચર્સ પર ભાર આપી રહી છે.
કિઆ કારેન્સને પ્રીમિયમ, પ્રેસ્ટિજ, પ્રેસ્ટિજ પ્લસ, લગ્ઝરી અને લગ્ઝરી પ્લસ જેવા ટ્રિમ લેવલના 19 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 8.99 લાખ રૂપિયાથી લઇ 16.99 લાખ રૂપિયા(એક્સ શોરૂમ) સુધીની છે. તો કારેન્સના ડીઝલ વેરિઅન્ટની કિંમત 10.99 લાખ રૂપિયાથી લઇ 16.99 લાખ રૂપિયા સુધીની છે.અને આ એક ઈન્ટ્રોડક્ટ્રી કિંમત છે.
કિઆ મોટર્સની આ કારની ટક્કર 7 સીટરના સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ મારુતિ અર્ટિગાની સાથે સાથે મહિન્દ્રા xuv700, MG હેક્ટર પ્લસ, મારુકિ એક્સએલ6 સહિત અન્ય મોટી કારો સાથે છે.
આ 7 સીટર કાર બ્લૂ, મોસ બ્રાઉન, સ્પાર્કલિંગ સિલ્વર, ઈન્ટેંસ રેડ, ગ્લેસિયર વ્હાઇટ પર્લ, ક્લિઅર વ્હાઇટ, ગ્રેવિટી ગ્રે અને અરોરો બ્લેક પર્લ જેવા 8 કલર ઓપ્શનમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.