શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાન હાલ સતત વિવાદોમાં સપડાઇ રહી છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતી બચાવા માટે ફિલ્મસર્જક એક નવા ફોર્મેટ સાથે તેને રિલીઝ કરવાનો છે અને નવા ફોર્મેટ સાથે થિયેટરોમાં રિલીઝ થનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ કહેવાશે.
મળતા રિપોર્ટના અનુસાર, ફિલ્મ પઠાનને આઇસીઇ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે અને આઇસીઇ એટલે ઇમર્સિવ સિનેમા એક્સપીરિયન્સ. આ ફોર્મેટમાં થિયેટરોમાં મૂળ સ્ક્રીનની સાથેસાથે સાઇડ પેનલ પણ હોય છે. આ ટેકનિકના કારણે કલરસના બ્રેકગ્રાઉન્ડ કોન્ટ્રાસ્ટ અને મોશનની સાથે ફિલમ જોવાનો અનુભવ અનેરો હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ જ ફોર્મેટ સાથે હાલની હોલીવૂડ ફિલ્મ અવતાર : ધ વે ઓફ વોટરનું સ્ક્રીનિંગ થઇ રહ્યું છે. દુનિયાભરના દર્શકોને આ ફોર્મેટમાં ઘણો રસ પડી રહ્યો છે અને તેથી જ પઠાનના ફિલ્મસર્જકને આશા છે કે,તેણે ફિલ્મ સાથે અપનાવેલી નવી ટેકનિકના કારણે ફિલ્મને હિટ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.