છેલ્લા 4-5 દિવસથી ચર્ચાઓ ચાલતી હતી કે રાજપથ નું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવશે અને આખરે આ નિર્યણ લેવાઈ ગયો છે.આ નામનો પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે હવે આવતી કાલે એટલે કે ગુરુવારે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે.pm નરેદ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ઘણા રસ્તાઓ શહેરો,પોર્ટ,એરપોર્ટ,સ્ટેડિયમોના નામમાં બદલાવ કરવામાં આવ્યો છે.અને તેનો ફાયદો પોતે અને પોતાની સરકારને અપાવી રહ્યા છે તેવું વિપક્ષ ઘણા સમયથી કહેતું આવ્યું છે.વિપક્ષ મોદી સરકાર પર કોંગ્રેસની સરકારમાં કરવામાં આવેલા કામો ને નામ બદલી તેમના નામ રાખી તે કામોનો યશ લઈ રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે.જ્યારે કેન્દ્ર સરકારે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદનું નામ બદલીને નરેદ્ર મોદી સ્ટેડિયમ કર્યું ત્યારે પણ કોંગ્રેસે અને બીજા વિપક્ષી પાર્ટીઓએ આનો વિરોધ પણ કર્યો હતો અને સરકાર પર આરોપ લગાવ્યા હતા કે સરદાર પટેલનું નામ બદલી ને નરેદ્ર મોદી પોતાની છબી દુનિયામાં પહોંચાડવા માંગે છે.સરદાર પટેલનું નામ ચોરી કરવાનું કામ કેન્દ્ર સરકાર કરી છે તેવું વિપક્ષી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો.આમ જ્યારે જ્યારે નામકરણ કરવામાં આવે છે ત્યારે વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે.હવે રાજપથ નું નામકરણ કરીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત સેંટ્રલ વિસ્ટા એવેન્યુ વિસ્તારમાં આવતા રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો . આ પ્રસ્તાવ નવી દિલ્હી મ્યુનિસિપલ કાર્પોરેશનની એક બેઠકમાં પાસ થયો . પીએમ નરેન્દ્ર મોદી ગુરૂવારે કર્તવ્યપથનો નામકરણ અને ઉદઘાટન કરશે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.