દેશના એવા રેલ્વે સ્ટેશન, જેનું નામ નથી….તો ટિકીટ કયાંથી લેતાં હશે વિચારવા જેવું છે..

જોવા જઇએ તો ભારતીય રેલ્વે દેશની જીવાદોરી કહેવામાં આવ્યું આવે છે. દરરોજ કરોડો લોકો રેલ્વેમાં મુસાફરી કરે છે. પરંતુ તમે રેલ્વે સ્ટેશનનું નામ તો સાંભળ્યું હશે.પરંતુ દેશમાં બે રેલ્વે સ્ટેશન જેમાં નામ પણ નથી..

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં નામ વગરના સ્ટેશન..
તમને માન્યામાં ન આવે પરંતુ આ વાત સાચી છે. ખરેખર, દેશમાં એવા બે રેલવે સ્ટેશન છે, જેનાં નામ નથી. એક સ્ટેશન પશ્ચિમ બંગાળમાં છે અને બીજું ઝારખંડમાં છે. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં બાંકુરા-મૈસગ્રામ રેલવે લાઇન પર એક સ્ટેશન છે અને અન્ય રેલવે સ્ટેશન ઝારખંડના રાંચી-ટોરી રેલવે વિભાગ પર સ્થિત છે.

રૈનાગઢ નામ સારૂ ન લાગ્યુ તો હટાવી દીધુ !
પશ્ચિમ બંગાળના બર્ધમાન ટાઉનથી 35 કિમી દૂર બાંકુરા-મૈસગ્રામ રેલ લાઇન પર વર્ષ 2008 માં એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનની રચના પછી, તેના નામ અંગે વિવાદ શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, આ રેલવે સ્ટેશનનું નામ અગાઉ રૈનાગઢ હતું, પરંતુ રૈના ગામના લોકોને આ નામ પસંદ નહોતું. ગામના લોકોએ આ નામ પર વાંધો ઉઠાવ્યો. રૈના ગામના લોકોએ આ બાબતે રેલવે બોર્ડને ફરિયાદ કરી હતી.

તો પછી લોકો કેવી રીતે મુસાફરી કરે છે?
લોહરદગા જિલ્લાના કુડુ બ્લોકમાં બડકીચાંપી ગામ પંચાયત છે અને કમલે ગામ પણ આ પંચાયતમાં આવે છે. આ રેલવે સ્ટેશનથી બડકીચાંપી ગામનું અંતર લગભગ 2 કિલોમીટર છે. નજીકના એક ડઝન જેટલા ગામોના લોકો આ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસીને અહીં ઉતરે છે. બીબીસીના અહેવાલ અનુસાર, રેલવે દસ્તાવેજોમાં આ સ્ટેશનનું નામ બડકીચાંપી છે.

આ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસનારા મુસાફરો પાસે બડકીચાંપીની ટિકિટ હોય છે, પરંતુ રેલવે સ્ટેશન પર કોઈ નામનું સાઈન બોર્ડ નથી. બીબીસીના અહેવાલ મુજબ અહીંના જનપ્રતિનિધિઓ અને લોકો પણ ઈચ્છે છે કે રેલવેએ આમાં ગંભીર પહેલ કરવી જોઈએ. નામ ન હોવું એ મોટી સમસ્યા નથી, પરંતુ આ બાબતે બે ગામના લોકો વચ્ચે સંઘર્ષ મોટી સમસ્યા ઉભી કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.