આ શિક્ષકને શાળાએ મહિનાઓ સુધીનો પગાર ન આપ્યો, પગાર માંગ્યો તો આ પકડાવી દીધું…..

આપે સફેદ હાથી પાળવાની વાત તો સાઁભળી હશે, પણ મધ્ય પ્રદેશના ધારના ધામનોદમાં એક લાલ ઘોડો સફેદ હાથી પર ભારે પડ્યો છે. આ લાલ ધોડો હોર્સ રાઈડીંગ ટીચરને ગળે પડ્યો છે. ટીચર પણ સમજી શકતો નથી કે શું કરવું શું ન કરવું.ધામનોદના ગ્રામ કુંદામાં રહેતા અર્જૂન કટારે ધામનોદના હિમાલયા સ્કૂલમાં હોર્સ રાઈડીંગ ટીચર હતાં. તે ઠેકેદાર સચિન રાઠોડની અંડરમાં સ્કૂલમાં બાળકોને ઘોડેસવારી શિખવાડે હતા. પણ કોરોના સંક્રમણે બધુ ચોપટ કરી દીધું.

કોરોના સંક્રમણના કારણે સ્કૂલ છેલ્લા દોઢ વર્ષથી બંધ પડી છે. સ્વાભાવિક છે કે બાળકો સ્કૂલે આવતા નથી તેથી ઘોડેસવારી પણ બંધ પડી છે. અર્જૂનની નોકરી તો જતી રહી. સાથે જ સ્કૂલ મેનેજમેન્ટે છેલ્લા 6 મહિનાનો પગાર પણ ન આપ્યો. અર્જૂન પોતાની સેલરી માગવા કોન્ટ્રાક્ટર સચિન રાઠોડ પાસે ગયો તો સચિને પગાર આપવાની જગ્યાએ અર્જૂનને ઘોડો પકડાવી દીધો અને એવું કહીને ચાલ્યો કે, આઠ દશ દિવસમાં પાછો આવીને આપને વેતન આપી દઈશઅને ધોડો લઈ જઈશ.

ત્યારનો દિવસ અને આજનો દિવસ. કોન્ટ્રાક્ટર સચિન રાઠોડ વળીને પાછો આવ્યો નથી. હવે અર્જૂન વધારે પરેશાન થયો છે. એક તો પહેલાથી 6 મહિનાનો પગાર નથી મળ્યો. તેથી કડકી ચાલી રહી છે. ઉપરથી પાછુ ઘોડો રાખવાનો ખર્ચ અર્જૂનના ગળે પડ્યો. આખા 15 દિવસ નિકળી ગયા, સચિન વળીને પાછો આવ્યો નથી. એટલા માટે હવે ઘોડાનો ખાવાનો ખર્ચ પણ અર્જૂન વેઠી રહ્યો છે. રોજ 100 રૂપિયા ઘોડા પર ખર્ચ થાય છે.

આ મામલે હિમાલય સ્કૂલ મેનેજમેન્ટે પણ હાથ ઉંચા કરી લીધા છે. મેનેજમેન્ટનું કહેવુ છે કે, તેને હોર્સ રાઈડીંગનું કામે કોન્ટ્રાક્ટ પર રાખ્યો હતો. મેનેજમેન્ટનું તેમાં કંઈ લેવા દેવા નથી. હવે અર્જૂન માટે મુશ્કેલીઓ ઓર વધી ગઈ છે. એક તો બેરોજગારી અને ઉપરથી ઘોડાનો ખર્ચ આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.