વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાનેલી સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કુલમાં ભણ્યા છે તેવી એકસપરિમેન્ટલ સ્કૂલ બંધ કરવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સ્કુલમાં વષઁથી ચાલતાં ધોરણ ૧૧-૧૨ સાયન્સનાં વગઁ શિક્ષકોની ભરતી ના કરતા બંધ કરવા પડ્યાં છે.
તેવી જ રીતે ધોરણ ૧૧-૧૨ કોમસઁના વગઁમાં પણ શિક્ષકોની ભરતી ના કરી બંધ કરવાની પેરવી ચાલી રહી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાનાં કારણે બંધ કરવા પડી રહ્યાં છે. જેમાં શિક્ષકો સ્કૂલનાં વિધાર્થીઓને ભણાવી અનુભવ પણ મેળવતાં હતાં. પણ હવે આ પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=NbWaI8TqbI4
યુનિવર્સિટીનાં પી.આર.ઓ લકુલેશ ત્રિવેદીએ આ મામલે ગોળગોળ જવાબ આપી યુનિવર્સિટીનો બચાવ કર્યો હતો. સાથે જ સ્કૂલ બંધ નહિં થાય તેવો પોકળ દાવો કરી રહ્યાં છે. એકસપરિમેન્ટલ સ્કૂલ બંધ થઈ જાય તે પ્રકારનો કારસો યુનિવર્સિટી નાં સિન્ડિકેટ સભ્યો અને સત્તાધીશો રચતા હોય તેમ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.