સ્વચ્છતા અભિયાનનાં ખાલી બણગાં ફુંકે છે , પૂરતી ગ્રાન્ટ જ નથી મળી શાળાઓને

ગુજરાત (GUJARAT) સરકાર (GOVERNMENT) દ્વારા મોટા ઉપાડે સ્વચ્છતા (HYGIENE) અભિયાનના બણગાં ફૂંકવામાં આવે છે. અને સરકારને વહાલા થવા માટે શિક્ષણ વિભાગ (DEPARTMENT OF EDUCATION) દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી (CELEBRATION) પણ કરાઇ છે. પરંતુ હકીકત શિક્ષણ વિભાગ દ્વારા સ્વચ્છતા ની માત્ર વાતો જ કરાય છે.

સ્વચ્છતા માટે સ્કૂલ અને પુરતા નાણાં પણ ફાળવવામાં આવતા નથી. શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હોય ત્યાં માત્ર ૧૦૦૦ અને ૫૦૦ થી વધુ સંખ્યા હોય ત્યાં રૂપિયા ૫,૦૦૦ દર મહિને ફાળવે છે. હાલના સમયમાં એવો તે કોણ સફાઈ કામદાર હોય કે જે ૧૫ થી ૨૦ વર્ગખંડ અને મોટા કેમ્પસની સફાઈ માત્ર ત્રણ થી ચાર હજારના માસિક પગાર ધોરણથી કરી આપે ?

નાની સ્કૂલની સફાઈ માટે માત્ર હજાર રૂપિયા જ જળવાય અને તેમાંથી સફાઇને સાધનોની ખરીદી થાય છે. આમ સ્કૂલોમાં સ્વચ્છતા ની પૂરતી ગ્રાન્ટ ન અપાતા બાળકો ખુદ સફાઈ કરવા મજબૂર બની જાય છે. બીજી તરફ સરકાર એવી સૂચનાઓ આપતી હોય છે કે બાળકો પાસે સફાઈ કરાવી નહીં. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ થાય છે અને ગ્રાન્ટ આપવામાં આવે છે. સ્વચ્છતા જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા માટે પૂરતી ગ્રાન્ટ જ આપવામાં આવતી ન હોવાનું આક્ષેપો થયા છે.

સ્કૂલોને એપ્રિલ ૨૦૨૦ પછી ગ્રાન્ટ જ અપાઈ નથી.

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા પોણા બે વર્ષથી સ્વચ્છતાની ગ્રાન્ટ આપવામાં આવી ન હોવાનું ફૂલોના આચાર્યો પાસેથી જાણવા મળ્યું છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૦ માત્ર બે મહિનાના ગ્રાન્ટ આપવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.